ઈથિયોપીયન એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત…

ઈથિયોપીયાની સરકાર હસ્તકની ઈથિયોપીયન એરલાઈન્સનું બોઈંગ 737-800MAX વિમાન 10 માર્ચ, રવિવારે સવારે લગભગ 8.44 વાગ્યે પાટનગર શહેર એડીસ અબાબાની નજીક તૂટી પડતાં એમાં સફર કરી રહેલા 149 પ્રવાસીઓ તથા 8 ક્રૂ સભ્યો, તમામનું મરણ થયું છે. મૃતકોમાં ચાર ભારતીયનો પણ સમાવેશ થાય છે. વિમાન એડીસ અબાબાથી કેન્યાના નૈરોબી તરફ જતું હતું. ટેક ઓફ્ફ કર્યાની અમુક જ મિનિટોમાં એ તૂટી પડ્યું હતું. વિમાન એડીસ અબાબાની દક્ષિણ બાજુએ લગભગ 50 કિ.મી. દૂરના સ્થળ બિશોફ્તુ અથવા ડેબ્રે ઝીટની આસપાસમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. કામદારો મૃતકોનાં અવશેષો એકત્ર કરી રહ્યા છે.