રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને ભારતનાં સૌથી શ્રીમંત મુકેશ અંબાણી તથા નીતા અંબાણીનાં મોટા પુત્ર આકાશ અંબાણીનાં લગ્ન 9 માર્ચ, શનિવારે મુંબઈમાં હિરાનાં ઉદ્યોગપતિ રસેલ મહેતાની પુત્રી શ્લોકા સાથે સંપન્ન થયાં. એ પ્રસંગે રાજકારણ, ફિલ્મ અને ખેલકૂદ સહિત અનેક ક્ષેત્રોની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. ભવ્ય લગ્ન પ્રસંગ બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી)માં રિલાયન્સ ગ્રુપના નવા બંધાયેલા કન્વેન્શન સેન્ટરમાં યોજવામાં આવ્યો હતો.
ઉદ્યોગપતિ રતન ટાટા
સચીન અને અંજલિ તેંડુલકર
અમિતાભ બચ્ચન એમના પત્ની જયા અને પુત્રી શ્વેતા નંદા સાથે
આમિર ખાન એની પત્ની કિરણ રાવ સાથે
પ્રિયંકા ચોપરા એના માતા મધુ અને ભાઈ સિદ્ધાર્થ ચોપરા સાથે