આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પવિત્ર તીર્થધામ સોમનાથ ખાતે કરવામાં આવેલ, ઉજવણીના ભાગરૂપે લોકોને જાગૃત કરવા પ્લાસ્ટીક પ્રદુષણ અટકાવોની થીમ પર સોમનાથ મંદિરથી હમીરજી સર્કલ સુધી એક રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતું. સૌ એ પ્લાસ્ટીકનો ઉપયોગ ક્યારે પણ નહિં કરીશું એ પ્રકારનો સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે જીલ્લા કલેક્ટર અજય પ્રકાશ, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, ચીફ ઓફિસર જતીન મહેતા, મામલતદાર પ્રજાપતી, પાલીકા પ્રમુખ જગદીશ ફોફંડી સહિત પાલીકાના અધિકારીઓ, સફાઇ સ્ટાફ, સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ-બીવીજીની ટીમ વિગેરે જોડાઇ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
પર્યાવરણ દિવસે પ્લાસ્ટિક નહી વાપરવાનો સંકલ્પ
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]