‘સ્ટેચ્યુ ઓફ યુનિટી અદ્દભુત છે’: રેખા શર્મા…

રાષ્ટ્રીય મહિલા પંચનાં નવાં અધ્યક્ષા તરીકે નિમાયેલાં રેખા શર્માએ 28 જુલાઈ, રવિવારે ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતે આવેલા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સ્મારકની મુલાકાત લીધી હતી. મિડિયા સાથેની વાતચીતમાં એમણે જણાવ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા અદ્દભુત છે અને આ પ્રતિમાના લીધે સ્થાનિક પ્રવાસનને વેગ મળશે. રેખા શર્માએ શનિવારે અમદાવાદમાં જીએલએસ લૉ કોલેજમાં ‘લૈંગિક સમાનતા’ વિષય પર આધારિત એક રાષ્ટ્રીય સેમિનારમાં ભાગ લીધો હતો અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઔપચારિક મુલાકાત લીધી હતી.