‘નેવી ડે’: મુંબઈમાં રીહર્સલ કરાયું…

ભારતીય નૌકાદળ દર વર્ષે 4 ડિસેમ્બરનો દિવસ ‘નેવી ડે’ તરીકે ઉજવે છે. 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતે મેળવેલા વિજયની ખુશાલીભરી યાદમાં નૌકાદળ દર વર્ષે ચોથી ડિસેમ્બરે ઉજવણી કાર્યક્રમ યોજે છે. મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે ભારતીય નૌકાદળના જવાનોએ રવિવાર, 3 ડિસેમ્બરે ‘નેવી ડે’ ઉજવણી કાર્યક્રમનું રીહર્સલ કર્યું હતું.