ન્યૂયોર્કમાં કોરોનાનાં કેસ ફરી વધી જતાં માસ્કનું પુનરાગમન

અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યમાં કોરોનાવાઈરસ કેસ ફરી વધી જતાં આરોગ્યતંત્ર સતર્ક થઈ ગયું છે. સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન તરફથી નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ મોઢા પર માસ્ક પહેરવાનું ફરી શરૂ કરે. ન્યૂયોર્ક સિટી અને લોન્ગ આઈલેન્ડમાં કોવિડ કેસ વધી ગયા છે. રાજ્યનાં ગવર્નર કેથી હોચૂલ અને આરોગ્ય કમિશનર ડો. મેરી બાસેટે પણ ચિંતા વ્યક્ત કરી છે. ડો. બાસેટે આ ટ્રેન્ડને ટ્રાઈ-ડેમિક નામ આપ્યું છે, જેમાં કોવિડ, ફ્લૂ અને RSV (શ્વાસને લગતો ચેપી વાઈરસ) ના કેસ એક સાથે વધી રહ્યા છે. ન્યૂયોર્કમાં રેલવે સબવે સ્ટેશન, ટ્રેન, શોપિંગ મોલમાં, રસ્તાઓ પર ઘણા લોકો સલામતીને ખાતર માસ્ક પહેરીને આવતાં-જતાં જોવા મળે છે. ઠેકઠેકાણે સરકાર તરફથી મફત ફ્લૂ-પ્રતિરોધક રસી આપતા કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]