GalleryEvents અમદાવાદમાં ‘મન કી બાત, ચાય કે સાથ’માં અમિત શાહ… November 26, 2017 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેવાડાના માનવી સાથે સંવાદ કરવા માટે માસિક મન કી બાત કાર્યક્રમ શરૂ કર્યો છે. દર મહિનાના આખરી રવિવારે ઓલ ઈન્ડિયા રેડિયો પરથી આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવે છે. 26 નવેમ્બર, રવિવારે પણ મોદીએ આ કાર્યક્રમ યોજ્યો હતો. વિધાનસભાની ચૂંટણી જ્યાં નિકટ છે તે ગુજરાતમાં ભાજપે અનેક શહેરો, નગરોમાં પક્ષના કાર્યાલય ખાતે કે જાહેર વિસ્તારોમાં ‘મન કી બાત, ચાય કે સાથ’ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. એ માટે વિશાળ કદના એલસીડી સ્ક્રીન મૂકવામાં આવ્યા હતા. તે અંતર્ગત અમદાવાદમાં, દરિયાપુરના તંબૂ ચૌકી વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ તથા પાર્ટીના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ચા પીતા પીતા વડાપ્રધાન મોદીની ‘મન કી બાત’ સાંભળી હતી. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)