અમદાવાદ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીને જીતવા બંન્ને પક્ષના દિગ્ગજ નેતાઓએ મુલાકાતનો દોર વધારી દીધો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અભિષેક મનુ સિંઘવી આજે શનિવારે અમદાવાદની મુલાકાતે હતા. રાજીવ ગાંધી ભવનમાં પત્રકારો સાથેની વાતચીતમાં અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે આ સરકારના વિકાસની વ્યાખ્યામાં સામાન્ય માણસો-મતદારો નથી. હાલની નરેન્દ્ર મોદી-ભાજપા સરકારમાં ગણ્યાંગાંઠ્યા લોકોનો જ વિકાસ થતો રહ્યાે છે. આ સરકારની તમામ તરફદારી મિત્રમંડળ અને માલેતુજાર ઉદ્યોગપતિઓ માટેની જ છે. મોટા લોકોને ખુશ રાખવામાં સારા શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની બાબતોથી જનતા વંચિત રહી જાય છે. (તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)
ગણ્યાંગાંઠ્યાનો જ વિકાસઃ અભિષેક મનુ સિંઘવી
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]