જૂનાગઢઃ ભવનાથ મહાદેવનો પાટોત્સવ ઉજવાયો

જૂનાગઢ ગિરનાર તળેટી ભવનાથ તીર્થના આધીપતિ દેવોના દેવ ભવનાથ મહાદેવ મંદિરનો આજે વૈશાખ સુદ પુનમના પાવન દિવસે પાટોત્સવ મહોત્સવ ધામધૂમથી ઊજવાયો હતો, જેમાં ભવનાથ મહાદેવને ષોડશોપચાર પૂજા નિજ મંદિર ઉપર ધ્વજા રોહણ અને સાધુસંતોનો ભંડારો યોજાયો હતો. સાધુસંતોને ભેટ, પૂજા સાથે મહાપ્રસાદ પીરસાયો હતો. આ પ્રસંગે મોટા પીર બાવા તન્સુખગિરિબાપુ, સ્વામી મુક્તાનંદગિરી સીધેશ્વરગિરીબાપુ વગેરે હાજર રહ્યા હતા. (અહેવાલ અને તસ્વીર- વિજય ત્રિવેદી)