વિશ્વના સ્ટોક માર્કેટ પાછળ શેરબજારમાં નવી લેવાલી, સેન્સેક્સ વધુ 190 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદ– શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સંકેતો અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એક્સટર્નલ કોમર્શિલ બોરોઈંગ પૉલીસીને સરળ કરાઈ છે, જેથી બ્લુચિપ શેરોમાં નવી લેવાલી આવી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 190.66(0.55 ટકા) ઉછળી 35,160.36 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 47.05(0.44 ટકા) વધી 10,739.35 બંધ થયો હતો.નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા વચ્ચે સમજૂતિ તેમજ નોર્થ કોરિયાએ અણુ મથક તોડી નાંખવાની જાહેરાત કરી હતી. જે સમાચાર પછી ગ્લોબલ માર્કેટમાં તેજી થઈ હતી. જેની સીધી ભારતીય શેરબજાર પર પડી હતી. સવારે શેરોના ભાવ ઊંચા ખુલ્યા હતા. જિઓ પોલિટિકલ ટેન્શન સમાપ્ત થયું છે, પરિણામે શેરબજારમાં નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું. આઈટી અને પીએસયુ સ્ટોકમાં ભારે લેવાલીથી તેજી થઈ હતી.

  • રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચોથા કવાર્ટરના પરિણામોની જાહેરાત પછી શેરનો ભાવ આજે 3 ટકા તૂટ્યો હતો. રીલાયન્સની ફાઈનાન્સ કોસ્ટ વધી 2566 કરોડ થઈ છે. જે 2017ના વર્ષના ચોથા કવાર્ટરમાં 556 કરોડ રૂપિયા હતી. અને 2018ના ત્રીજા કવાર્ટરમાં ફાઈનાન્સ કોસ્ટ વધીને 2100 કરોડ થઈ હતી, આમ ફાઈનાન્સ કોસ્ટ વધી રહી છે, પરિણામે રીલાયન્સના શેરમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી.
  • એચડીએફસી લિમિટેડનો ચોથા કવાર્ટરમાં નફો 39 ટકા વધી રૂપિયા 2846 કરોડ થયો છે, અને કંપનીએ રૂપિયા 16.50નું ડિવિડંડની ભલામણ કરી છે.
  • કોટક મહિન્દ્રા બેંકનો ચોથા કવાર્ટરમાં નફો 27.4 ટકા વધી રૂપિયા 1789 કરોડ થયો છે.
  • અમેરિકાના ઈકોનોમી પ્રથમ કવાર્ટરમાં ધારણા કરતાં વધુ આગળ વધી છે. અનુમાન હતું કે ગ્રોથ 2 ટકા જોવા મળશે, પણ અમેરિકાના કવાર્ટર વનમાં જીડીપી વઘીને 2.3 ટકા રહી છે.
  • આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કીમત 75 ડૉલરની નીચે ટ્રેડ થતી હતી.
  • આજે તેજી બજારમાં પણ કન્ઝ્યુમર ડ્યુરેબલ, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ ફરી વળી હતી.
  • રોકડાના શેરોમાં નવી લેવાલી રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 94.85 પ્લસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 161.71 ઊંચકાયો હતો.