બાલદિનની ઉજવણીઃ બાળકો જેટ એરવેઝ વિમાનમાં ફર્યા…

દર વર્ષે ૧૪ નવેમ્બરની તારીખ દેશભરમાં બાલદિન તરીકે ઉજવવામાં આવે છે, એની પૂર્વ ઊજવણી રૂપે દેશના ખાનગી ક્ષેત્રની અગ્રગણ્ય એરલાઈન, જેટ એરવેઝે એના વાર્ષિક ‘ફ્લાઈટ ઓફ ફેન્ટસી’ કાર્યક્રમ અંતર્ગત ૧૧ નવેમ્બર, શનિવારે ચાર સેવાભાવી સંસ્થાઓનાં બાળકોને વિમાનમાં મુંબઈના આકાશમાં મફતમાં ટૂંકો પ્રવાસ કરાવ્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, ટર્મિનલ-2, સહાર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં NGOs સેવ ધ ચિલ્ડ્રન ઈન્ડિયા, સયાની, સેન્ટર ફોર સોશિયલ એક્શન એન્ડ કેનકિડ્સ, તથા GVK, MIAL, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને નિક્લોડિયોન જેવી કંપનીઓ પણ સહભાગી થઈ હતી. (તસવીરોઃ દીપક ધુરી)

વિશેષ પેસેન્જર્સ એવા બાળકો સાથે સેલ્ફી લેતી એરહોસ્ટેસ

જેટ એરવેઝના વિમાનમાં મફત પ્રવાસનો આનંદ માણતા બાળકો.

જેટ એરવેઝના વિમાનમાં મફત પ્રવાસનો આનંદ માણતા બાળકો.

જેટ એરવેઝના કાર્યક્રમમાં સામેલ થયા છે બોલીવૂડ અભિનેતાઓ કુણાલ ખેમુ, શ્રેયસ તલપડે, દિગ્દર્શક રોહિત શેટ્ટી

બોલીવૂડ અભિનેતાઓ કુણાલ ખેમુ, શ્રેયસ તલપડે, દિગ્દર્શક રોહિત શેટ્ટી સાથે જેટ એરવેઝના સીઈઓ વિનય દુબે

વિમાને એરપોર્ટ પર લેન્ડ કર્યા બાદ બાળકોને ગિફ્ટ આપવામાં આવી હતી

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]