જેફ બેઝોસ મળ્યા બોલીવૂડ સ્ટાર્સને…

અમેરિકાની ગ્લોબલ ઈ-કોમર્સ કંપની એમેઝોનની સ્ટ્રીમિંગ સેવા - એમેઝોન પ્રાઈમ વિડિયો દ્વારા 16 જાન્યુઆરી, ગુરુવારે મુંબઈમાં યોજવામાં આવેલા સમારંભમાં ભારતની મુલાકાતે આવેલા એમેઝોનના સ્થાપક અને સીઈઓ જેફ બેઝોસ એમનાં ગર્લફ્રેન્ડ લૌરીન સાન્ચેઝ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બોલીવૂડની અનેક હસ્તીઓએ પણ હાજરી આપી હતી જેમ કે, ફરહાન અખ્તર, રિતેશ દેશમુખ, વિવેક ઓબેરોય, મનોજ બાજપાઈ, વિદ્યા બાલન, કમલ હાસન, રાજકુમાર રાવ. આ પ્રસંગે જેફ બેઝોસે કહ્યું હતું કે એમની કંપની દુનિયામાં શ્રેષ્ઠ પ્રતિભા-શોધક સ્ટુડિયો બને એવું તેઓ ઈચ્છે છે અને એમના આ પ્લાનમાં ભારત અગ્રસ્થાને છે. (તસવીરોઃ માનસ સોમપુરા)


ફરહાન અખ્તર એમના ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર


રિતેશ દેશમુખ એની પત્ની જેનેલિયા સાથે


વિવેક ઓબેરોય એની પત્ની સાથે


મનોજ બાજપાઈ


રાજકુમાર રાવ એની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી પત્રલેખા સાથે


કમલ હાસન


ભૂમિ પેડણેકર


આર. માધવન


વિદ્યા બાલન