રશિયા નેવી ડે ઉજવણીમાં ભાગ લેવા પહોંચ્યું ‘INS તરકશ’…

રશિયાનું નૌકાદળ 28મી જુલાઈએ રશિયન નેવી ડે ઉજવવાનું છે. એ માટે તે સેન્ટ પીટર્સબર્ગ શહેરમાં 'રશિયન નેવી ડે પરેડ' યોજવાનું છે અને એમાં ભાગ લેવા તેણે ભારત સહિત અનેક દેશોને આમંત્રણ આપ્યું છે. ભારતીય નૌકાદળે તેના યુદ્ધજહાજ 'INS તરકશ'ને ત્યાં મોકલ્યું છે અને 25 જુલાઈએ એ સેન્ટ પીટર્સબર્ગમાં પહોંચી ગયું છે. પરેડમાં 40 યુદ્ધજહાજો, 40 વિમાનો અને હેલિકોપ્ટરો તથા 4000 નૌસૈનિકો ભાગ લેશે. રશિયા સાથેના સંબંધો મજબૂત બનાવવા માટે ભારત સરકારે 'INS તરકશ'ને રશિયન નેવી પરેડમાં ભાગ લેવા માટે મોકલ્યું છે. 'INS તરકશ'નો કમાન્ડ લઈ રહ્યા છે કેપ્ટન સતિષ વાસુદેવ. જહાજ પહોંચ્યું ત્યારે રશિયન નેવીના અધિકારીઓએ તેનું સ્વાગત કર્યું હતું. રશિયન નેવલ બેન્ડે લાઈવ પરફોર્મન્સ પણ આપ્યો હતો. આ અત્યાધુનિક જહાજનું બાંધકામ રશિયાના કલીનીનગ્રાડ શહેરના શિપયાર્ડમાં કરવામાં આવ્યું હતું.