ગૃહ અને ઉર્જા પ્રધાન પ્રદિપ સિંહ જાડેજાએ પદભાર સંભાળ્યો

ગાંધીનગરઃ રૂપાણી કેબિનેટમાં ગૃહ અને ઉર્જા પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આજે સ્વર્ણીંમ સંકુલ-2, ગાંધીનગર ખાતે પોતાના હોદ્દાનો પદભાર સંભાળ્યો હતો. પ્રદિપસિંહ જાડેજાએ આજે 12:39 એટલેકે વિજય મૂહુર્તમાં પોતાની ચેમ્બરમાં પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે ગૃહ વિભાગના અધિકારીઓ સહિત શુભેચ્છકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પ્રદિપસિંહને શુભકામનાઓ પાઠવી હતી.