ધરમપુરમાં હિન્દુ-મુસ્લિમ સમાજે બતાવી એકતા…

દક્ષિણ ગુજરાતના ધરમપુર શહેરના ત્રણ દરવાજા ખાતે હિન્દુ તથા મુસ્લિમ સમાજના યુવાનોએ 17 ફેબ્રુઆરી, રવિવારે સવારે ભેગા મળીને વિજયદેવજી સર્કલ પાસે માર્ગ પર પાકિસ્તાનના ઝંડાની રંગોળી બનાવીને વિરોધ દર્શાવ્યો હતો. 'પાકિસ્તાન મુર્દાબાદ' સૂત્ર લખી પાકિસ્તાનના ઝંડાની રંગોળી પરથી લોકો થૂંકી થૂંકીને પસાર થતા જોવા મળ્યા હતા. કશ્મીરના પુલવામા જિલ્લામાં પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠનના ત્રાસવાદીઓએ કરેલા હુમલામાં શહીદ થયેલા ભારતના જવાનો લઈને ધરમપુરના યુવાનોએ કોમી એકતા દર્શાવીને પાકિસ્તાન સામે એક સુરમાં જોરદાર રીતે વિરોધ વ્યક્ત કરી બદલાની માંગ કરી હતી.