વાયુશક્તિ 2019: ભારતીય હવાઈ દળે બતાવી તાકાત…

ભારતીય હવાઈ દળે 16 ફેબ્રુઆરી, શનિવારે રાજસ્થાનના પોખરણમાં પાકિસ્તાન સાથેની સરહદ નજીકના એરફોર્સ મથકની ફાયરિંગ રેન્જ ખાતે વાયુશક્તિ-2019 કવાયતનું પ્રદર્શન કર્યું હતું. આ કવાયત-પ્રદર્શનમાં હવાઈ દળે પોતાની યુદ્ધ લડવાની તાકાતનો પરચો બતાવ્યો હતો. અનેક વિમાનોમાં બેસીને જવાનોએ દિલધડક કરતબ બતાવ્યા હતા. આ પ્રસંગે ભારતીય હવાઈ દળના વડા એર ચીફ માર્શલ બિરેન્દ્ર સિંહ ધનોઆ ઉપરાંત લશ્કરી વડા જનરલ બિપીન રાવત અને ગ્રુપ કેપ્ટન, ભૂતપૂર્વ ક્રિકેટર સચીન તેંડુલકર પણ ઉપસ્થિત રહ્યા હતા.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]