હેમા માલિનીએ મથુરામાં ઉમેદવારી પત્ર ભર્યું…

ઉત્તર પ્રદેશના મથુરા શહેરની લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનાં વર્તમાન સંસદસભ્ય અને પીઢ બોલીવૂડ અભિનેત્રી હેમા માલિનીએ 25 માર્ચ, સોમવારે ફરી એમની ઉમેદવારી નોંધાવી હતી. સવારે હેમા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સાથે વૃંદાવનસ્થિત બાંકેબિહારી મંદિરમાં ગયાં હતાં અને ત્યાં પૂજા-અર્ચના કરી હતી અને ઠાકોરજીના આશીર્વાદ લઈને જિલ્લા કલેક્ટરના કાર્યાલયે ગયા હતા અને પોતાનું ઉમેદવારીપત્ર ભરી તે જિલ્લા ચૂંટણી અધિકારીને સુપરત કર્યું હતું. હેમા માલિનીએ એવી જાહેરાત કરી છે કે આ મારી આખરી ચૂંટણી છે. આ વખતની ચૂંટણી બાદ હું ફરી ચૂંટણી નહીં લડું અને એને બદલે યુવા વ્યક્તિઓને ચૂંટણી લડવાનો મોકો આપીશ. સ્વયં પાર્ટી સંગઠનનું કાર્ય કરવાનું પસંદ કરીશ.