ઈરાનમાં ભયાનક પૂર; 17નાં મરણ, અસંખ્ય લોકો ઘાયલ

ઈરાનના ગુલેસ્તાન પ્રાંતના અક કાલા શહેરમાં ઓચિંતું ભયાનક પૂર આવતાં ભારે વિનાશ સર્જાયો છે. આ કુદરતી આફતમાં ઓછામાં ઓછા 17 જણનાં મરણ નિપજ્યા છે અને બીજાં અનેક જણ ઘાયલ થયા છે. બચાવ કામગીરી માટે લશ્કરની મદદ લેવી પડી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]