વિશ્વ રંગભૂમિ દિવસે… નોખી-અનોખી ઉજવણી…

જગતભરના નાટ્યપ્રેમી 27 માર્ચને ‘વિશ્વ રંગભૂમિ દિવસ’ તરીકે ઊજવે છે. આ અવસરે દેશદુનિયામાં જાતજાતના કાર્યક્રમો યોજાય છે. એ ક્રમે ‘ટાટા સ્કાય-ઝી થિએટરે’ પણ મુંબઈમાં ‘વર્લ્ડ થિયેટર’ની ઉજવણી કરી.

મુંબઈની જાણીતી JLWA લાઉન્જમાં યોજાયેલા આ રૂડા અવસરે અવસરે મીતા વશિષ્ઠ, રતન રાજપૂત, વિક્રમ કોચર, ઓમ કટારિયા જેવા અનેક જાણીતા નાટ્યકલાકારોએ ઉપસ્થિત રહ્યા.

(ડાબેથી) ‘ઝી થિએટર’નાં ચીફ ક્રિએટિવ ઑફિસર શૈલજા કેજરીવાલ-‘ટાટા સ્કાય’નાં ચીફ કમર્શિયલ ઑફિસર પલ્લવી પુરી

આ નોખા-અનોખા ઈવેન્ટમાં પ્રસિદ્ધ નાટક ‘રોંગ ટર્ન’ને વિશાળ પર્દા પર રજૂ કરવામાં આવ્યું.

એ પછી ઉપસ્થિત નાટ્યકર્મીઓ સાથે એક પેનલ ડિસ્ક્શન પણ થયું. મુખ્ય વાત એ હતી કે ખૂબ ગાજેલાં નાટકનું ડૉક્યૂમેન્ટેશન થવું જરૂરી છે, જેથી આવનારી પેઢી એ માણી શકે. અર્થાત આવતાં દસ વર્ષ બાદ ધારો કે કોઈને ‘કોડ મંત્ર’ જોવું હોય તો જો એનું વિડિયો આર્કાઈવ થયું હોય તો આ શક્ય બને.

રતન રાજપૂત

આ અવસરે ‘ટાટા સ્કાય’એ તાજેતરમાં શરૂ કરેલી પોતાની ‘ટાટા સ્કાય થિએટર સર્વિસ’ 27 માર્ચે નાટ્યપ્રેમીઓને મફત આપવાની જાહેરાત કરી. અંધેરીમાં આવેલા ફન રિપ્બિલકના ઝી પ્રિવ્યૂ થિએટરમાં દિવસ દરમિયાન નાટકનાં સ્ક્રીનિંગ યોજાશે.

મીતા વશિષ્ઠ

‘ઝી થિએટર’ના સહયોગમાં ‘ટાટા સ્કાય થિએટર’ વિવિધ વિષયનાં એકસોથી વધુ નાટકની બૅન્ક ધરાવે છે. ‘ટાટા સ્કાય’ના ગ્રાહક પોતાની અનુકૂળતાએ ચાહે તે નાટક ઘરમાં બેસીને જોઈ શકે છે. ટૂંક સમયમાં ગુજરાતી સહિત વિવિધ ભાષાનાં નાટકનાં પ્રસારણ પણ શરૂ કરવામાં આવશે.

(અહેવાલઃ કેતન મિસ્ત્રી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]