મુખ્યપ્રધાને પરિવાર સાથે કર્યું મતદાન

રાજકોટઃ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટ પશ્ચિમ વિધાનસભા મતક્ષેત્ર પરથી મતદાન કર્યું હતું. મુખ્યપ્રધાન રૂપાણી સાથે તેમના પત્ની અંજલિ બેન અને પુત્ર રૂષભ પણ જોડાયા હતા. તો આ સાથે મુખ્યપ્રધાને ગુજરાતની તમામ જનતાને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી.