પાટણ કલેક્ટર કચેરીના પ્રવેશ દ્વારા પાસે જ ગુરુવારે જમીન નિયમીત કરવાની માંગ સાથે દુદખા ગામનો પરિવારને ન્યાય અપાવવા આવેલા ઊંંઝાના સામાજિક કાર્યકરે શરીર પર કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરતાં ચકચાર મચી ગઈ હતી. ગંભીર હાલતમાં તેને પાટણની ધારપુર હોસ્પિટલ બાદ મહેસાણા અને ત્યાર પછી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તે ઘટનાના પડઘારુપે આજે દલિત સમાજે પાટણ બંધનું એલાન આપ્યું હતું. આજે સવારથી પાટણમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ રહી હતી. સીએમ વિજય રૂપાણીએ આ ઘટનાથી તપાસ કરવાના આદેશ આપ્યા છે.