રાજ્ય સરકાર દ્વારા આરોગ્યલક્ષી સ્થાપિત કરાયેલી વિવિધ મોબાઈલ એમ્બ્યુલેન્સ સેવા જેમાં 108,ખીલખીલાટ,મહિલા અભ્યંગ સેવા ,ફીવર હેલ્થ લાઈફ ,કરુણા એનિમલ સેવામાં કામ કરતા 67 કર્મચારીઓને એવોર્ડ એનાયત કરવાનો એક કાર્યક્રમ યાત્રાધામ અંબાજી ખાતે હોટલ ઇન્ટરનેશનલ ખાતે યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને નેશનલ હેલ્થ મિશન ગુજરાતના ડાયરેક્ટર ડો.ગૌરવ દહિયાએ દીપ પ્રગટાવીને ખુલ્લો મુક્યો હતો આ કાર્યક્રમમાં લોક ઉપયોગી પ્રશંસનીય કામગીરી કરનાર 67 કર્મચારીઓને ડો.ગૌરવ દહિયા તેમજ વિવિધ પાંખના વડાના હસ્તે એવોર્ડ સહીત સર્ટિફિકેટ એનાયત કરી કર્મચારીની કામગીરીને બિરદાવમાં આવી હતી.
જોકે હજી સુધી કેટલાક ગામોમાં 108 એમ્બયુલન્સ જઈ શકતી નથી તેવા વિસ્તારોમાં પણ 108 ના કર્મચારીઓ દ્વારા સફળ પ્રસુતિ કરાઈ હોવાની બાબતને બિરદાવમાં આવી હતી અને તેવા વિસ્તારોમાં કોમ્યુનિકેશન મજબૂત બને તથા માર્ગવિહોણા ગામોને રસ્તા મળે તે માટેનું સૂચન ગૌરવ દહિયાએ કર્યું હતું.