શમીની પત્ની હસીન જહાં કોંગ્રેસમાં જોડાઈ…

ભારતીય ટેસ્ટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીથી અલગ થયેલી પત્ની હસીન જહાં 16 ઓક્ટોબર, મંગળવારે મુંબઈમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ હતી. ખાસ સમારંભમાં મુંબઈ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સંજય નિરુપમે હસીન જહાંને પુષ્પગુચ્છ આપી કોંગ્રેસમાં સામેલ કરી હતી. હસીન જહાં ભૂતપૂર્વ મોડેલ અને આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની ભૂતપૂર્વ ચીયરલીડર છે. પતિ મોહમ્મદ શમી વિરુદ્ધ ઘરેલુ હિંસા અને લગ્નેતર સંબંધોના આ વર્ષના આરંભમાં આરોપ મૂકીને હસીન જહાંએ ખળભળાટ મચાવી દીધો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]