રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીના રસ્તા પરની આ દીવાલ પર આવા અનેક સુંદર ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. એક સાઈકલસવાર એ દીવાલ પાસેથી પસાર થઈ રહ્યો છે.
એક હાથ-રિક્ષાચાલક ભીંતચિત્ર દોરેલી દીવાલ પાસેથી પસાર થઈ રહ્યો છે.
ભીંતચિત્ર દોરેલી દીવાલ પાસેથી એક માણસ તેનો મોબાઈલ ફોન ચલાવતો પસાર થઈ રહ્યો છે.
ચિત્રકારોએ દિલ્હીના રસ્તા પરની દીવાલને સ્વાતંત્ર્યસેનાનીઓનાં ચહેરાંઓથી કેવી સુંદર રીતે સુશોભિત કરી છે. એક માણસ બાજુમાંથી પસાર થઈ રહ્યો છે.
સ્વાતંત્ર્યસેનાનીઓનાં ચહેરાંઓથી સુશોભિત દીવાલ
દિલ્હીના રસ્તા પરની દીવાલ પર ચિત્રકારોએ દોરેલું દેશના પ્રથમ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ સ્વ. જનરલ બિપીન રાવતનું સુંદર ભીંતચિત્ર. લશ્કરના જવાનો બાજુમાંથી પસાર થઈ રહ્યા છે.
સરાઈ રોહિલા વિસ્તારના એક રસ્તા પરની દીવાલ પર ગંગાઆરતી, પૂજાની ભારતીય સંસ્કૃતિને દર્શાવતું ભીંતચિત્ર.
એક બસ સ્ટોપ પર લોકો બસની રાહ જોઈ રહ્યાં છે. પાછળ સુંદર ભીંતચિત્રો દોરેલી દીવાલ જોઈ શકાય છે.)