ફડણવીસે નૌકાદળની કવાયત નિહાળી…

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફડણવીસે 5 એપ્રિલ, ગુરુવારે સવારે મુંબઈના કોલાબા વિસ્તારમાં સમુદ્રકાંઠા નજીક અરબી સમુદ્રમાં મોરચાનાં યુદ્ધજહાજોની મુલાકાત લીધી હતી. ફડણવીસે ભારતીય નૌકાદળમાં વેસ્ટર્ન ફ્લીટના યુદ્ધજહાજો – INS વિક્રમાદિત્ય, INS ચેન્નાઈ, INS કોલકાતા, INS ત્રિશુલ, INS ટેગ જેવા યુદ્ધજહાજો પર જઈને કવાયત નિહાળી હતી. એમની સાથે વિધાનસભાના સ્પીકર હરિભાઉ બાગડે, સંસદસભ્યો, વિધાનસભ્યો તથા સિનિયર સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કવાયત નિહાળવા માટે મુખ્ય પ્રધાન ફડણવીસને આમંત્રિત કરી યજમાનપદ સંભાળ્યું હતું વાઈસ એડમિરલ ગિરીશ લુથરા (ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ, વેસ્ટર્ન કમાન્ડ)એ. ફડણવીસે જહાજોની મુલાકાત લઈને નૌકાદળના અધિકારીઓ તથા કર્મચારીઓને સંબોધિત કરીને એમનું મનોબળ વધાર્યું હતું. દેશની જમીની સરહદો, દરિયાઈ સીમા તથા આર્થિક હિતોનું રક્ષણ કરતા જવાનોને બિરદાવ્યા હતા. કવાયતમાં જહાજ પરથી ઉડાવી શકાય એવા એન્ટી-સબમરીન વોરફેર સીકિંગ, કામોવ હેલિકોપ્ટર્સ અને મિગ-29K યુદ્ધવિમાનોને સામેલ કરવામાં આવ્યા હતા.