ગુજરાતઃ ચૂંટણી પંચે 182 ધારાસભ્યોની યાદી સુપરત કરી

ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં યોજાલેયી વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ચૂંટાયેલા 182 ધારાસભ્યોના નામની યાદી ચૂંટણી પંચના અધિકારીઓએ રાજ્યપાલ ઓ.પી. કોહલીને સુપરત કરી હતી. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી. સ્વૈન અને નવી દિલ્હીના ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી, અને નવા ચૂંટાયેલા 182 સભ્યોની યાદી આપી હતી.