મુંબઈમાં યુએસ કોન્સ્યૂલેટ ખાતે ટૂંકી ફિલ્મોની સ્પર્ધા…

મુંબઈ સ્થિત યુએસ કોન્સ્યૂલેટ ખાતે ટૂંકી ફિલ્મોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વિષય હતો ‘મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ’. મુંબઈના જુહૂ વિસ્તાર સ્થિત નોવોટેલ હોટેલ ખાતે 7 ડિસેમ્બર, શુક્રવારે આયોજિત આ સ્પર્ધામાં વિજેતા બનેલી ફિલ્મનું શિર્ષક છે ‘ડોન્ટ શ્રગ ઈટ ઓફ્ફ’. બીજા અને ત્રીજા ક્રમે આવનાર ફિલ્મો છેઃ ‘એન ઈન્ડીપેન્ડન્સ ડે’ અને ‘ઈટ્સ અવર સિટી ટુ’. ‘એસીડ એટેક’ ફિલ્મે પીપલ્સ ચોઈસ એવોર્ડ જીત્યો હતો જ્યારે સુપ્રીત કે. સિંઘે એમની ફિલ્મ ‘નિર્ભયા માઈ આસીફા માઈ’ માટે શ્રેષ્ઠ મહિલા નિર્દેશિકાનો એવોર્ડ જીત્યો હતો. આ ટોચની ત્રણ વિજેતાઓને ન્યુ યોર્ક ફિલ્મ એકેડેમી ખાતે પટકથા લેખનમાં ઓનલાઈન અભ્યાસક્રમ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવી છે. સ્પર્ધાનાં જ્યૂરી સભ્યો તરીકે ટીસ્કા ચોપરા, મિતા વશિષ્ઠ, રસિકા દુગ્ગલ, દિગ્દર્શક મહેશ મથાઈ, સ્ક્રીન રાઈટર અંજુમ રાજાબલી, ગાયિકા સુનીતિ ઘોષાલ અને ડેવિડ કેનેડી હતાં. આ વખતની સ્પર્ધા માટે કોન્સ્યૂલેટને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ગોવામાંથી કુલ 46 ફિલ્મોની એન્ટ્રી મળી હતી. એમાંથી અંતિમ દોર માટે 10 ફિલ્મોને પસંદ કરવામાં આવી હતી. આ સ્પર્ધા 2013ની સાલથી યોજાઈ રહી છે. ઉપરની તસવીરમાં, સ્પર્ધાનાં વિજેતાઓ પાર્શ્વગાયિકા સુનીતિ ચૌહાણ તથા નવી દિલ્હી સ્થિતિ યુએસ દૂતાવાસના કન્ટ્રી પબ્લિક અફેર્સ ઓફિસર ડેવિડ કેનેડીનાં હસ્તે ઈનામ મેળવી રહ્યાં છે. આ વખતની સ્પર્ધાની તમામ વિજેતા ફિલ્મોને કોન્સ્યૂલેટની આ વેબસાઈટ પર જોઈ શકાશે. https://www.youtube.com/usconsulatemumbai

ટૂંકી ફિલ્મોની સ્પર્ધાના જ્યૂરી સભ્યો અને એડગર્ડ કેગન

યુએસ કોન્સલ જનરલ એડગર્ડ કેગનઃ ‘મહિલાઓની સુરક્ષા અને સમાનતા એ કંઈ એકલા ભારત કે અમેરિકાનો પ્રશ્ન નથી. મહિલાઓને ન્યાય તથા સમાનતા અપાવવા એ સમગ્ર દુનિયાની જવાબદારી છે.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]