અહીં 20 વર્ષથી સરપંચની ચૂંટણી જ નથી થઈ

0
2943

દાંતા તાલુકાનું થાણા ગામ એક અંતરીયાળ વિસ્તાર છે. હજારથી બારસોની વસ્તી ધરાવતાં આ ગામમાં છેલ્લા 20 વર્ષથી ગ્રામ પંચાયતની ચુંટણી યોજાતી જ નથી. અને સમરસ થાય છે. એટલું જ નહીં આ ગામને અગાઉ નિર્મળ ગામ પણ જાહેર કરાયુ હતુ. જોકે આ વખતે પાંચમી વખતે સરપંચની બેઠક અને વોર્ડની એક બેઠક એસ.ટી સીટ કરી દેવાતાં મામલો ગુંચવણ ભર્યો બન્યો હતો. 

આજે 22 ઓક્ટેમ્બરે થાણા ગ્રામ પંચાયતની મુદ્દત પુર્ણ થતાં સામાન્ય ચુંટણી યોજાનાર હતી. પણ ગામમાં એક પણ એસ.ટી મતદાર ન હોવાથી સરપંચની તથા એક વોર્ડની ચુંટણી યોજાઇ શકી નથી. અને બાકીનાં સાત વોર્ડની બેઠકો બિન હરીફ જાહેર કરાતાં આજે પણ ગામમાં કોઇ જ ચુંટણી યોજાઇ નથી. પરીણામે લોકોમાં સરપંચની એસ.ટી બેઠકને લઇ રોષ જોવા મળી રહ્યો છે. ગામમાં એક પણ એસ.ટી ઉમેદવાર ન હોવા છતાં સરપંચની બેઠક એસ.ટી જાહેર કરાઇ છે તેને રદ્દ કરવાં માંગ કરાઇ રહી છે. નહીં તો ગામનો વહીવટ માત્ર ઉપસરપંચ થી જ ચાલશે….