ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને બાળ જાતીય શોષણના પીડિતો પાસે માફી માગી

સિડની- ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને સોમવારે સંસદમાં તેમના ભાવુક સંબોધન દરમિયાન ત્યાંના બાળ જાતીય શોષણના પીડિતોની માફી માગી હતી. તેમણે સ્વીકાર્યુ કે, સરકાર આ અપરાધને રોકવામાં નિષ્ફળ રહી છે.ટીવી પર પ્રસારિત સંબોધનમાં મોરિસને કહ્યું કે, ‘આ દુષ્કર્મ ઓસ્ટ્રેલિયાના લોકો દ્વારા ઓસ્ટ્રેલિયાના લોકો સાથે આચરવામાં આવેલું દુષ્કર્મ છે. દુશ્મન આપણી વચ્ચે જ છે’. વધુમાં તેમણે કહ્યું હતું કે, એક રાષ્ટ્ર તરીકે અમે તેમને નિરાશ કર્યા છે. અમે તેમને તેમના હાલ પર છોડી દીધા હતા. અમારા માટે આ શરમની વાત છે.

ઓસ્ટ્રેલિયાન વડાપ્રધાને કહ્યું કે, બાળકો સાથે ભયાનક ઘટના થઈ છે. જેને ક્યારેય ઠીક કરી શકાશે નહીં. રોયલ કમિશનની નિમણૂંક કરવા છતાં એવા ઘણાં પરિવાર છે જેઓ ખુલીને તેમનું દુઃખ વ્યક્ત કરી શકતા નથી. આપણે આજે આ હોલમાં (સંસદમાં) દેશનાં બાળકો માટે માત્ર જન પ્રતિનિધિ બનીને નથી આવ્યા. આપણએ અહીં એક પિતા, માતા અને વાલી તરીકે  આપણા બાળકોની માફી માગીએ છીએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]