GalleryEvents મુંબઈઃ કોરોના વાઈરસ બાયોમેડિકલ કચરાનો નિકાલ… July 30, 2020 મુંબઈના ઉત્તર છેડેથી પહેલા ઉપનગર દહિસરના પૂર્વ ભાગના ચેકનાકા વિસ્તારમાં 29 જુલાઈ, બુધવારે મુંબઈ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ એક ‘કોવિડ-19 હેલ્થ સેન્ટર’ ખાતે કોરોના વાઈરસ બાયોમેડિકલ કચરાનો નિકાલ કરી રહ્યા છે. મુંબઈમાં કોરોના વાઈરસના કેસ વધી રહ્યા એટલે એની સાથે બાયોમેડિકલ કચરાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આવો કચરો ટનના હિસાબે નીકળતો હોય છે. આ કચરો અત્યંત ચેપી હોય છે એટલે આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર જ ખૂબ જ તકેદારીપૂર્વક એનો નિકાલ કરવો પડે છે. (તસવીરોઃ દીપક ધુરી)