માધવસિંહને મળી ખુશખુશાલ રાહુલ

ગાંધીનગર- ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઇને મુલાકાતે આવેલાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીને મળવા તેમના નિવાસસ્થાને મળવા ગયાં હતાં. માધવસિંહ એકસમયે ઇન્દિરા ગાંધીના નિકટતમ વિશ્વાસુ આગેવાન પણ રહ્યાં હતાં જેને લઇને અવારનવાર તેમને ઘેર પણ જવાનું થતું હતું. તેથી બાળપણથી રાહુલને જોયાંજાણ્યાં હોય તે સ્વાભાવિક છે. હવે પક્ષના ઉપાધ્યક્ષ થયાં પછી પોતાને ઘેર ખબરઅંતર કાઢવા આવેલાં રાહુલને મળીને માધવસિંહ પણ ગદગદ થઇ ગયાં હતાં. તો રાહુલ પણ કોંગ્રેસના અને તેમના પક્ષના વફાદાર પરિવારના મોભીને મળી ખુશખુશાલ દેખાઇ રહ્યાં હતાં. ગુજરાતમાં કોંગ્રેસ પ્રચારસમયે રીવાઇવ થઇને જીવંત દેખાઇ રહી છે અને રાહુલ ગાંધી રાજ્યભરમાં સભાઓ કરી રહ્યાં છે તેથી આ વખતની ચૂંટણીમાં જીતવાના આસાર આ મહાનુભાવોને વધુ ખુશ કરી રહ્યાં હોય તેવું અનુમાન લગાવી શકાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]