હૈદરાબાદમાં રાહુલ ગાંધીનો રિક્ષાપ્રવાસ…

તેલંગણા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે આવતા ગુરુવારે મતદાન પૂર્વે પક્ષનો પ્રચાર કરવા માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 28 નવેમ્બર, મંગળવારે હૈદરાબાદ શહેરના જ્યુબિલી હિલ વિસ્તારમાં એક ઓટો-રિક્ષામાં પ્રવાસ કરતા જોવા મળ્યા હતા. 119-બેઠકોની તેલંગણા વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરી અને પરિણામ માટે 3 ડિસેમ્બરનો દિવસ નિર્ધારિત કરાયો છે. આંધ્ર પ્રદેશ રાજ્યનો એક હિસ્સો રહ્યા બાદ 2014માં તેલંગણાની રાજ્ય તરીકે સ્થાપના થઈ હતી. 2014 અને 2018માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં તેલંગણા રાષ્ટ્ર સમિતિ (નવું નામ ભારત રાષ્ટ્ર સમિતિ)એ વિજય હાંસલ કર્યો હતો. આ વખતે તેને બીજી ત્રણ પાર્ટીએ પડકાર ફેંક્યો છે – કોંગ્રેસ, ભાજપા અને AIMIM.