તેલંગણા વિધાનસભા ચૂંટણીઃ ગુરુવારે મતદાન; અધિકારીઓ ફરજ બજાવવા સજ્જ

119-બેઠકોવાળી તેલંગણા વિધાનસભાની ચૂંટણી માટે 30 નવેમ્બર, ગુરુવારે મતદાન છે. એની પૂર્વસંધ્યાએ 29 નવેમ્બર, બુધવારે રાજધાની શહેર હૈદરાબાદમાં ચૂંટણી પંચના મતદાન અધિકારીઓ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) તથા અન્ય મતદાન સામગ્રીઓ સાથે પોતપોતાના સંબંધિત પોલિંગ બૂથ ખાતે જતા જોવા મળ્યાં હતાં. મતદાન એક જ ચરણમાં યોજાશે. મતગણતરી અને પરિણામ માટે 3 ડિસેમ્બરની તારીખ નિર્ધારિત કરાઈ છે.

ઈવીએમ, અન્ય મતદાન સામગ્રી સાથે સંબંધિત પોલિંગ બૂથ તરફ જતા મતદાન અધિકારીઓ

હૈદરાબાદમાં એક વિતરણ કેન્દ્ર ખાતે મતદાન અધિકારીઓ ઈવીએમ તથા અન્ય સામગ્રીની ચકાસણી કરી રહ્યાં છે

ઈવીએમ મશીનની ચકાસણી

વિતરણ કેન્દ્ર ખાતે મતદાન અધિકારીઓને ઈવીએમ, વોટિંગ સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે