ઉઝબેકિસ્તાનમાં વિજય રૂપાણીઃ એક તસવીરી ઝલક

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી પોતાના પ્રતિનિધિ મંડળ સાથે ઉઝબેકિસ્તાનના પ્રવાસે પહોંચ્યા છે. મુખ્યપ્રધાન ત્યાં પહોંચતા જ ઉઝબેકિસ્તાનના નાગરિકોએ તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. મુખ્યપ્રધાન રુપાણીએ એંડીજાનમાં ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર એલ્યોર ગનીયેવ સાથે બેઠક કરી હતી. બાદમાં મુખ્યપ્રધાને અંદિજાનમાં આયોજિત ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં હાજરી આપી હતી. ઉઝબેકિસ્તાનમાં પ્રથમવાર યોજાઈ રહેલી ઇન્વેસ્ટમેન્ટ સમિટ ‘ઓપન અંદિજાન’ અંતર્ગત અંદિજાન પ્રદેશમાં વેપાર-ઉદ્યોગ અને રોકાણકારો માટે વિશ્વના અન્ય દેશો-પ્રદેશો સાથે વૈચારિક આદાન-પ્રદાનનું સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે.