નારાયણ આઈ હોસ્પિટલના ત્રણ વોર્ડનું લોકાર્પણ…

પંચમહાલઃ મુખ્‍યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વે મધ્‍ય ગુજરાતમાં પંચમહાલ જિલ્‍લાના પવિત્ર નારાયણતીર્થ તાજપુરા ખાતે નારાયણ આઇ હોસ્‍પીટલના ૨૫૦ પથારી ધરાવતા ત્રણ નવિન વોર્ડનું લોકોર્પણ કર્યુ હતું. તેમણે તાજપુરા ધામના બ્રહ્મલીન પૂજય નારાયણ બાપુની પર્વને અનુરૂપ ભાવસભર ગુરૂવંદના કરી હતી અને તેમનું દૈહિક નિવાસસ્‍થાન રહેલી પવિત્ર ગુફામાં દર્શન-અર્ચન કર્યા હતા. તેમણે બાપુની ભાવના અને શીખ પ્રમાણે ધર્મસેવાની સાથે માનવસેવાની પરંપરા આગળ ધપાવવા માટે નારાયણ ધામ ટ્રસ્‍ટી મંડળને અભિનંદન પાઠવ્‍યા હતા.