27-28 જુલાઈએ થયું સદીનું સૌથી લાંબું ચંદ્રગ્રહણ…

21મી સદીનું સૌથી લાંબા સમયવાળું ચંદ્રગ્રહણ 27 જુલાઈના શુક્રવારની રાતે 11.54 વાગ્યાથી શરૂ થયું હતું અને 28 જુલાઈ, શનિવારે વહેલી સવારે 3.49 વાગ્યે પૂરું થયું હતું. 104 વર્ષ પછી આ પ્રકારનું ચંદ્રગ્રહણ થયું હતું. આ પૂર્ણ ચંદ્રગ્રહણ (બ્લડ મૂન) વખતે ચંદ્રમા સંપૂર્ણપણે લાલ થઈ ગયો હતો. ભારત સહિત અનેક દેશોમાં આ ચંદ્રગ્રહણ દેખાયું હતું. મુંબઈ અને દિલ્હી સહિત દેશમાં અનેક સ્થળે આકાશમાં વાદળો હોવાને કારણે લોકો ચંદ્રગ્રહણ જોઈ શક્યાં નહોતા, પરંતુ જમ્મુ, વારાણસી, અમૃતસરમાં ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી ગ્રહ આવી જાય એ સ્થિતિને ચંદ્રગ્રહણ કહેવાય છે.