કરીના જોડાઈ નવજાત શિશુ માટેનાં જનજાગૃતિ કાર્યક્રમમાં…

12 મેએ દુનિયાભરમાં 'મધર્સ ડે' ઉજવાશે એ પૂર્વે મુંબઈમાં 10 મે, શુક્રવારે આયોજિત નવજાત શિશુનું જીવન બચાવવાનાં જનજાગૃતિ કાર્યક્રમમાં બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર-ખાન જોડાઈ હતી. 'AROI રેડિયો 4 ચાઈલ્ડ એવોર્ડ્સ' કાર્યક્રમ યુએન સંસ્થાની યુનિસેફ પેટાસંસ્થા દ્વારા યોજવામાં આવ્યો હતો. કરીનાએ પહેલી જ વાર પોતાનો રેડિયો શો શરૂ કર્યો હતો જેનું નામ હતું 'વોટ વીમેન વોન્ટ'. આ શોને ઘણો સરસ પ્રતિસાદ મળ્યો છે. આ ઝુંબેશમાં સહભાગી થઈને બાળકોનાં આરોગ્ય અને રસીકરણના મહત્ત્વ અંગે જનજાગૃતિ ફેલાવીને દરેક નવજાત શિશુનો જાન બચાવવાનો કરીનાએ સંકલ્પ કર્યો છે, જે પોતે પણ એક પુત્ર - તૈમુર અલી ખાનની માતા છે.