જે.પી નડ્ડા સ્ટેચ્યુ ઓફ યૂનિટીની મુલાકાતે…

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સરદાર વલ્લભભાઈ પટેલના વિરાટ વ્યક્તિત્વને વિશ્વ સમક્ષ ઉજાગર કરતી તેમની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લીધી હતી.

જે.પી.નડ્ડાએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભાજપાના કાર્યકરોએ તેમનું સ્વાગત-અભિવાદન કર્યું હતું.

આ મુલાકાત દરમિયાન તેમની સાથે રાષ્ટ્રીય સહ-સંગઠન મહામંત્રી વી.સતીશજી,પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી,પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર,રાજ્ય સરકારના પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા,સાંસદો,ધારાસભ્યો તથા પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજથી ગુજરાતના પ્રવાસે છે.