ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક…

શાસક ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને એની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 20 માર્ચ, બુધવારે નવી દિલ્હીમાં પક્ષના મુખ્યાલય ખાતે યોજી હતી. એમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષપ્રમુખ અમિત શાહ, સુષમા સ્વરાજ, અરૂણ જેટલી, રાજનાથ સિંહ, યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓએ હાજરી આપી હતી.