રથયાત્રા પૂર્વે મુસ્લિમ બિરાદરોની શુભેચ્છા મુલાકાત…

અમદાવાદઃ અષાઢી બીજના રોજ નિકળનારી ભગવાન જગન્નાથની નગરયાત્રા પૂર્વે તૈયારીઓ અને વ્યવસ્થા પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ શહેરના વિવિધ મુસ્લિમ સંગઠનો અને આગેવાનોએ પણ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી.

વિવિધ સંગઠનોના આગેવાનો તેમજ સરકારી અધિકારીઓ જગન્નાથ મંદિરની મુલાકાત લઇ રહ્યા છે. જગન્નાથ મંદિરની મુલાકાત વેળાએ સૌ મુસ્લિમ આગેવાનો મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને મળ્યા હતા. જગન્નાથ મંદિરની આ શુભેચ્છા મુલાકાત વેળાએ બદરુદ્દીન શેખ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, કોંગ્રેસના ઇકલાબ શેખ તેમજ અગ્રણીઓ હાજર રહ્યા હતા. આખા મંદિર પરિસરમાં કોમી એખલાસનું એક સુંદર વાતાવરણ ઉભું થયુ હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ)