ગેરકાયદે બાંધકામો દૂર કરવા ખો ખો રમાય છે

અમદાવાદઃ ખોખરા વિસ્તારમાં ગુજરાત હાઉસીંગ બોર્ડમાં સર્વોદયનગરની વસાહતોના માર્ગો પર બેરોકટોક રીતે ચાલી રહેલા ગેરકાયદે બાંધકામોને દૂર કરવા સ્થાનિક નાગરિકો સાથે ગુજરાત હાઉસીગ બોર્ડ એસોસિએસને સાથે મળીને AMC ના દક્ષિણ ઝોનમાં એસ્ટેટ ઓફિસર નિલેશ બરંડાને આવેદનપત્ર પાઠવીને અનધિકૃત બાંધકામોને દુર કરવાની માગ કરી તે પહેલા ઢોલ-નગારા સાથે રેલી સ્વરૂપે આવીને AMCના તંત્રને જગાડવા માટે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.

અમદાવાદના ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડમાં સવોદયઁનગરના અનઅધિકૃત બાંધકામો દુર કરવા હાઉસીગ બોર્ડના નાગરિકોના બનેલા એસોસિએસનએ સક્ષમ સત્તામંડળોને અનેક અરજીઓ કરીને ધ્યાન દોરેલ હોવા છતાં બન્ને સક્ષમ તંત્રના જવાબદાર અધિકારીઓ ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડ એસોસિએસનના નાગરિકોને ખો આપીને પોતપોતાની જવાબદારીઓમાંથી છટકી રહ્યા છે. AMC કમિશ્નર હાઉસીગ બોર્ડની જવાબદારી આવે છે, જ્યારે હાઉસીગ બોર્ડના કમિશ્નર હાઈકોર્ટનો આદેશ અને સરકારનો પરિપત્ર બતાવી કહે છે કે સ્થાનિક સુધરાઈ કે નગરપાલિકા -મહાનગર પાલિકાની આવે છે તેમ કહી ને હાથ અધ્ધર કરી રહ્યા છે, કાયદેસરની કાર્યવાહી માટે જવાબદાર તંત્રના અધિકારીઓ જ એકબીજા પર ઢોળી રહ્યા છે.