હવેથી આ સરકારી હોદ્દા IAS કેડર સમકક્ષના બન્યાં

ગાંધીનગર- રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી એક અગત્યની જાહેરાત મુજબ કેટલાક હોદ્દાને હવેથી આઈએએસ કેડર સમકક્ષ કરી દેવામાં આવ્યાં છે. જેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સરકારની કંપનીઓના કેટલાક હોદ્દાને નિશ્ચિત આઇએએસ કેડર સમકક્ષ જાહેર કરાયાં છે.સામાન્ય વહીવટ વિભાગના જણાવ્યાં પ્રમાણે ઉત્તર ગુજરાત વીજ કંપની લિ. મહેસાણાના મેનેજીંગ ડિરેકટર, ગાંધીનગર મહાનગરપાલિકા અને ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરો, કમિશનર ઓફ મ્યૂનિસિપાલિટીઝ, સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેકટર અને પ્રાથમિક શિક્ષણ નિયામક ઉપરાંત રાહત નિયામકના હોદાને અધિક સચિવ સમકક્ષ તેમ જ ડી-સેગના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર, જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર, અમદાવાદ મહાનગરપાલિકાના નાયબ કમિશનર અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની રાજકોટના મેનેજીંગ ડિરેકટરના હોદાને સંયુક્ત સચીવ સમકક્ષ જ્યારે મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન લિ. ગાંધીનગરના હોદાને નાયબ સચીવ સમક્ષ ગણવાનો નિર્ણય લીધો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]