એપલનાં નવી સિરીઝના આઈફોનની કિંમત આ મુજબ છે…

એપલ કંપનીએ તેના નવા આઈફોન સિરીઝનાં સ્માર્ટફોન 10 સપ્ટેંબર, મંગળવારે અમેરિકાના કેલિફોર્નિયાના કુપર્ટિનોમાં આવેલા તેના મુખ્યાલયના સ્ટીવ જોબ્સ થિયેટર ખાતે યોજેલા એપલ ઈવેન્ટ કાર્યક્રમમાં લોન્ચ કર્યા હતા. એપલ આઈફોન 11ની કિંમત છે 699 ડોલર (રૂ. 64,500થી શરૂ). આ ફોન છ રંગમાં - કાળો, સફેદ, પીળો, લીલો, પર્પલ, લાલમાં મળશે અને 64GB, 128GB અને 256GB મોડેલ્સમાં મળશે. iPhone 11 Pro Max ની કિંમત છે 1099 ડોલર (રૂ. 1,09,900). આ ફોન મિડનાઈટ ગ્રીન, સ્પેસ ગ્રે, સિલ્વર અને ગોલ્ડ કલરમાં મળશે. આ ટ્રિપલ કેમેરા સેટ-અપવાળા ફોન 64GB, 256GB અને 512GB મોડલ્સમાં મળશે. એપલ વોચ સિરીઝ 5 (જીપીએસ)ની કિંમત 199 ડોલર (રૂ. 40,900) છે અને એપલ વોચ સિરીઝ 5 (જીપીએસ વત્તા સેલ્યૂલર)ની કિંમત રૂ. 49,900 છે. નવા એપલ આઈપેડની કિંમત 329 ડોલર છે. એપલ TV+ની કિંમત 4.99 ડોલર (રૂ. 99 પ્રતિ માસ). Apple TV+ Apple TV એપ પર ઉપલબ્ધ થશે, જેમાં સાત-દિવસનું ફ્રી ટ્રાયલ રહેશે. જે ગ્રાહકો આઈફોન ખરીદશે એમને એક વર્ષ માટે Apple TV+મફતમાં માણવા મળશે.