ભાવનગરથી અમિત શાહનો હૂંકાર

ભાવનગરઃ ગુલિસ્તા મેદાન ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં સંબોધન કરતા અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. શાહે જણાવ્યું કે રાજ્યમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે રાજ્યમાં ગુંડાગર્દી, અને કોમી તોફાનો થતાં હતાં, અને ભાજપની સરકારે સત્તામાં આવીને કાયદો અને વ્યવસ્થા સઘન કરી છે. તો આ સિવાય શાહે જણાવ્યું કે કોંગ્રેસ પાસે એક જ મુદ્દો છે અને એ છે વડાપ્રધાન મોદીનો વિરોધ કરવાનો આ સિવાય કોંગ્રેસ પાસે અન્ય કોઈ મુદ્દો નથી.