જીતુ વાઘાણીએ ભર્યું ઉમેદવારીપત્ર

ભાવનગરઃ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આજે ભાવનગર પશ્ચિમ બેઠક પરથી વિજય મૂહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. જીતુ વાઘાણી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ચૂંટણીનું ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. ઉમેદવારી પત્ર ભરવા જતાં પહેલાં જીતુ વાઘાણી અને અમિત શાહે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે એક રોડ શો યોજ્યો હતો.આ રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો જોડાયા હતા.