વડોદરામાં આભ ફાટ્યું; પૂરમાં 6નાં મરણ, લશ્કર સ્ટેન્ડબાય…

ગુજરાતના વડોદરામાં વરસાદે હાહાકાર મચાવી દીધો છે. 31 જુલાઈ, બુધવારે સવારે 8.30થી રાતે 8.30 વાગ્યા સુધીમાં 554 મિ.મી. વરસાદ ખાબક્યો હતો. આને કારણે શહેરની વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું. શહેરના જ્યુબિલી બાગ તેમજ અને આસપાસના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. આજે સવારે પણ પાણી ઓસર્યાં નહોતાં. આકાશમાંથી આવેલી આ વરસાદી આફતે છ જણનો ભોગ લીધો છે. એરપોર્ટ પર વિમાન સેવા ગુરુવારે સવારે 9 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. ગુરુવારે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. લાંબા અંતરની ટ્રેનોને રદ કરવામાં આવી છે. બચાવ કામગીરી માટે લશ્કરને સ્ટેન્ડબાય રહેવાની સૂચના આપવામાં આવી છે. ગઈ કાલે બપોરે અઢીથી સાંજે સાડા પાંચ વાગ્યાની વચ્ચે 290 મિ.મી. વરસાદ પડ્યો હતો અને 5.30થી રાતે 8.30 વાગ્યા વચ્ચે 200 મિ.મી. વરસાદ પડ્યો હતો. અગાઉનો રેકોર્ડ 297.4 મિ.મી.નો છે - 2005ની 1 જુલાઈનો.
































બહારગામની ટ્રેનો રદ થતાં પ્રવાસીઓએ વડોદરા સ્ટેશન પર જ રાત ગાળવી પડી