ટાટા ગ્રુપની થઈ એર ઈન્ડિયા…

છેલ્લા 69 વર્ષ સુધી કેન્દ્ર સરકારને હસ્તક રહેલી રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયાને 27 જાન્યુઆરી, ગુરુવારે સત્તાવાર રીતે ફરી ટાટા ગ્રુપને સુપરત કરી દેવામાં આવી છે. એર ઈન્ડિયાની સ્થાપના ટાટા ગ્રુપના સ્થાપક જે.આર.ડી. ટાટાએ 1932માં કરી હતી. હરાજીમાં ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સની પેટા-કંપની ટેલેસ પ્રાઈવેટ લિમિટેડે રૂ. 18,000 કરોડમાં એર ઈન્ડિયાને ખરીદી લીધી છે. નવી દિલ્હીસ્થિત એર ઈન્ડિયાના મુખ્યાલયની રોશનીથી શણગારેલી દીવાલ પર એરલાઈનનું ‘મહારાજા’ પ્રતીક જોઈ શકાય છે.

એર ઈન્ડિયા કાર્યાલયની બહાર સુરક્ષા ચોકિયાતો

એર ઈન્ડિયા કાર્યાલય