અંબાજીઃ દર્શન કરી પરત ફરતાં યાત્રીઓને નડ્યો અકસ્માત

અંબાજીઃ ભાદરવી પુનમનાં મેળાનો આજે બીજે દિવસ છે. ત્યારે અંબાજી દર્શન કરી પરત અમદાવાદ જઇ રહેલાં યાત્રીકોની રીક્ષા પલટી ખાઈ ગઈ હતી અને એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રીક્ષામાં બેઠેલાં બે યાત્રીકોનાં ઘટના સ્થળે મોત નિપજ્યા છે જ્યારે અન્ય ૪ યાત્રીકો ને ગંભીર ઈજાઓ થતાં અંબાજીની કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતમાં મરનાર બન્ને યાત્રીક અમદાવાદ સરસપુરનાં હોવાનું જાણવા મળેલ છે. આ બન્નેનાં મૃતદેહોને અંબાજીની કોટેજ હોસ્પિટલમાં રાખવામાં આવેલ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]