પાકિસ્તાનના તાબા હેઠળના કશ્મીરમાં 6.3નો ભૂકંપ…

પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર (PoK)માં 24 સપ્ટેંબર, મંગળવારે બપોરે લગભગ 4.30 વાગ્યે જોરદાર ભૂકંપ આવ્યો હતો. રીક્ટર સ્કેલ પર એની તીવ્રતા 6.3ની નોંધાઈ હતી. એનું કેન્દ્રબિંદુ PoKના મિરપુર શહેરની દક્ષિણ-પૂર્વ બાજુએ લગભગ એક કિલોમીટરના અંતરે અને ધરતીમાં 10 કિ.મી. ઊંડે હોવાનું માલૂમ પડ્યું હતું. આ સ્થળ ભારતના શ્રીનગર શહેરથી આશરે 140 કિ.મી. દૂર આવેલું છે. એક અહેવાલ મુજબ, 8 જણનાં મરણ થયા છે અને 100 જેટલા લોકોને ઈજા થઈ છે.