હીરોપંતી 2નું પહેલું ગીત ‘દફા કર’નું ટીઝર રિલીઝ

સાજિદ નડિયાદવાળાની ફિલ્મ અને ટાઇગર શ્રોફની મોસ્ટ અવેટેડ ફિલ્મ હીરોપંતી 2ના ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. ટાઇગરની આ ફિલ્મ ટૂંક સમયમાં થિયેટરોમાં રિલીઝ થવાની છે. શનિવારે અભિનેતાની ફિલ્મનું પહેલું ગીત દફા કર રિલીઝ થઈ ચૂક્યું છે. આ સોન્ગના રિલીઝની માહિતી ફિલ્મ અભિનેતાએ ઇન્સ્ટાગ્રામથી ગીતની એક ક્લિપ શેર કરીને આપી હતી.

ટાઇગર અને તારા સુતારિયા પર ફિલ્માવાયેલું આ ગીત ટ્રેક સોન્ગ છે. જે આપને ડાન્સ કરવા મજબૂર કરી દેશે. આ ગીતમાં મોટા સેટ અને બેકગ્રાઉન્ડ ડાન્સરની સાથે-સાથે ટાઇગર અને તારાનો જબરદસ્ત અંદાજ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે ટાઇગર શ્રોફ, તારા સુતારિયા, ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાળા, એઆર રહેમાન, ડિરેક્ટર અહેમદ ખાન અને ભૂષણકુમાર ઉપસ્થિત રહ્યા હતા. (તસવીરો અને વિડિયો સૌજન્યઃ માનસ સોમપુરા, ARTFIRST PHOTO Designs)

આ સાથે એ વિડિયોની લિન્ક પણ મૂકવામાં આવી છે.

video link: https://youtu.be/aStlw_g1WOo